Happy birthday Shreyas

જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન શ્રેયસ

શીખવી જતી ભૂલોને અભિનંદન
રોકાઇ રહેલા અશ્રુઓને પણ..

જોયતુ જોઇ શકવા માટે અભિનંદન
ના જોયતુ ના જોય શકવા પણ!

જીવન ટકાવી રાખતા ડર ને અભિનંદન
રંજરહિત પરાક્રમ ને પણ.

શોધાયેલા અને સધાયેલા લક્ષ્યો ને અભિનંદન
ચુકાયેલા ને ખૂબ ખૂબ!

તારીખો બદલતી રાત ને અભિનંદન
ઘસાતી જતી જાતને પણ.

એ ઘસારા મા આ જન્મદિવસે..

અજન્મા, અચલ, અક્ષય, ઇશ્વર ને અભિનંદન
તથા “શરીર-મૃત્યુ” પ્રણય ને પણ ખરા.

દ્રાવક લાગણીઓ ને અભિનંદન
અને લાગણી દ્રાવ્ય હ્રદય ને પણ.

મનભેદ વગરના મતભેદી મિત્રોને,
ગુરુ, પિતા અને માતા ને .. વંદન.

~ શ્રેયસ

Leave a comment