કવિતા લખું કે કવિતા બની જાઉં?…

કવિતા લખું કે કવિતા બની જાઉં?
સુંદર બનું કે સૌંદર્ય બની જાઉઁ?
સિતારો બનું કે પછી આકાશ બની જાઉં?
“બનતો” બચી જાઉઁ હું; યા “કાશ”, કશું બની જાઉં !…

પ્રેમ મલે જ્યાં, ત્યાં કેમ ના જવાય ક્યો ને?
ભાવ નથી ને ભાવેય નથી; ત્યાં કેમ રેહવાય ક્યો ને?
અન્યાય સામે ચુપ કેમ રહેવાય ક્યો ને?
રડતા સામે કેમ હસાય; ક્યો ને?

કદાચ ના જોવાથી સત્ય બદલાતું હશે
કદાચ ચુપ રહેવાથી નિર્દોષ રેવાતું હશે
કદાચ બધું ખોવાથી કંઇક કિમતી મલતું હશે
કવિ લખે ને કવિતા લખાય એ બધા જાણે છે… પણ
કદાચ કવિતા લખતી હશે ને કવિ લખાતો હશે

~શ્રેયસ

Leave a comment